આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ શહેરના આણંદપરમાં કચરાની ગાડીનો ડ્રાઇવર નશામાં ધૂત જોવા મળ્યો હતો. આ વાતનો એક જાગૃત નાગરિકે વિરોધ કરતા તેણે સામે દાદાગીરી કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આવા ડ્રાઇવરને તાત્કાલિક ફરજ મુકત કરવામાં આવે તેવી માગણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.