મોડાસા તાલુકાના ડુગરવાડા ગામના પેટા પરાના ઝાલાના મુવાડાની ગૌચરમાં ચારો ચરતા એક પશુનું આજરોજ વીજ કરંટ થી એક મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.પશુ ચારો ચરતા સમયે વિજપોલના લટકતા તારમાં શોર્ટ સર્કિટ સર્જાયા બાદ જીવંત વિજતાર પશુ પર પડતા એક પશુનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.વીજ તાર ખેંચવા માટે વીજ તંત્રને ધ્યાન દોર્યું હોવા છતાં ધ્યાને ન લેવામાં આવ્યું હોવાના એક જાગૃત નાગરિકે આક્ષેપો લગાવ્યા હતા.