છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી મધ્યપ્રદેશને જોડતા રસ્તો બિસ્માર બનતા અવાર નવાર અકસ્માત સર્જાય છે. આ હાઇવે રોડ પર અસંખ્ય વાહનો પસાર થાય છે. આજે વહેલી સવારે પાઇપો ભરેલ ટ્રેલર રોડ ની સાઈડ માં ઉતરી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. એક કલાક ઉપરાંત ના સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ખાડાઓને કારણે ખાડા ટાડતા મહાકાય ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી પડતા ફસાયું હતું.