કડી ફરતે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવાર નવાર મૃતદેહ મળી આવતા હોય છે. ત્યારે આજ રોજ 18 સપ્ટેમ્બર ને ગુરુવાર ના રોજ સવારના 8 વાગ્યે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાનીકડી ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં એક મૃતદેહ દેખાયો છે. મૃતદેહ આશરે 30 થી 35 વર્ષના પુરુષનો હોવાનું જણાઈ આવે છે.તેમજ હાલ આ મૃતદેહ રંગપુરડા અને નાનીકડી બ્રિજ પાસે રામદેવપીર મંદિર થી આગળ કેનાલમાં અટકી ગયેલ હોવાનું જાણવા મળ્યું છે.