પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં ઝેરી સાપ કરડવાથી 4 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે. ઘટના સમયે, કીર્તિબેન સોલંકી નામની આ બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે જ સમયે, તેને કોઈ ઝેરી સાપે ડંખ માર્યો. પરિવારે તરત જ 108 એમ્બ્યુલન્સની મદદ લીધી અને બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીનો જીવ બચાવવા માટે પૂરા પ્રયાસ કર્યા અને