અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં હિન્દુ સમાજના બાળક સ્વ.યુવાન નયન સંતાણીની ક્રૂર હત્યા થઈ હતી. આ અતિ દુષ્કૃત્ય કરનાર દોષિત અને તેની સાથે જોડાયેલા સ્કૂલ પ્રબંધક વિરુદ્ધ પ્રશાસન તથા પોલીસ તંત્રે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી માગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતે ભેગા થઈ અને ત્યાં થી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જઈ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્વ. નયન સંતાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.