અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજુલા તાલુકાના વડ ગામના રહેવાસી અને છેલ્લા બે દાયકાથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા માથાભારે શીવરાજ ધાખડાને પાસા હેઠળ ઝડપી કચ્છ-ભુજની પાલરા સ્પેશ્યલ જેલમાં મોકલ્યો છે. આરોપી સામે લૂંટ, છેડતી, મારામારી, શસ્ત્રસજ્જ હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ અને ખુનની કોશિશ જેવા ૩૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.