ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે આજવા સરોવરમાં સતત પાણીની આવક વધતા આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહેલ છે તેવામાં આજવા માંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાલાઘોડા સર્કલ સ્થિત આવેલું વિશ્વામીંત્રી બ્રિજ ખાતે જઈ VMC કમિશનર અરુણ મહેશ બાબુ એ નિરીક્ષણ કર્યું હતું.