પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુર પાટિયા નજીક ચોમાસા દરમિયાન ભરાતા પાણીને લઈ અને તંત્ર દ્વારા બે માસ અગાઉથી હાઇવે ઉંચો કરવાની કામગીરી કરી હતી પરંતુ માત્ર મેટલ નાખી અને ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવતા આગામી ભાદરવી પૂનમના મેળામાંથી પસાર થતા લાખો યાત્રિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે ગુરુવારે 11:00 કલાકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા પહેલા તાત્કાલિક ધોરણે આ હાઈવે નું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.