કોંગ્રેસ દ્વારા અત્યારે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા મથકે બેઠક મળી હતી આ બેઠકની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી, નાંદોદ તાલુકા પ્રમુખ મુકેશ વસાવા, શહેર પ્રમુખ કમલ ચોહાણ, ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ તડવી સહિત કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જમા જન અધિકાર અભિયાનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો થનાર છે જે વિશે પણ ચર્ચાઓ થઈ હતી.