ભચાઉના કુંડા ગામ નજીક પવનચક્કીનું આર્મીચર લઈ જતું ભારે વાહન પલટી જતાં બે દિવસથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહન ચાડી ન ચડી શકતા અકસ્માત સર્જાયો હતો. લોકોની માંગ છે કે સંબંધિત વિભાગે વાહન ધારાના નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અથવા આવા વાહનોને માત્ર રાત્રિના સમયે જ પસાર થવાની મંજૂરી આપવી જોઈએ. હાલ આ લખાય છે ત્યાં સુધી પલટી ગયેલા વાહનને ખસેડવાની કામગીરી ચાલુ છે.