આપણા સૌના જાણીતા એવા પંડિત દિનદયાળજી ની જન્મ જયંતિ નિમિત્તે લીંબડી તાલુકાના ભલગામડા ગામે પ્રાથમિક શાળા પટાંગણમાં એક વૃક્ષ માં કે નામ કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા, જિ.પં. પુર્વ ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી તા. પં. પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ રાણા, ડેલીગેટ લખધીરસિંહ રાણા, સંયોજક ચંદુભા રાણા, સંજયભાઈ અમદાવાદીયા વગેરે ઉપસ્થિત રહી વૃક્ષો વાવી અને પર્યાવરણ જતન ના સંકલ્પો લીધા હતા.