વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમની જળસપાટી આજરોજ શનિવાર બપોરે 48.30 ફુટે પહોંચતા મહાકાય મચ્છુ ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેમાં હાલ ડેમની પારી પરથી પવનના કારણે પાણીની ઝાલરો શરૂ થતાં ડેમ ઓવરફ્લો થયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે જોતા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર અને મોરબી તાલુકાના કુલ 24 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે....