ગઈ તારીખ 26 ઓગસ્ટના રોજ સાંજે કડી પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ અને આવનાર સમયમાં ઈદે મિલાદ નો તહેવાર આવતો હોય શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.કડી શહેરમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેમજ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે હેતુસર કડી પોલીસ સ્ટેશન ખાતે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ એ.એન.સોલંકીની અધ્યક્ષતામાં સર્વ સમાજનાં આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી .