ગોધરા તાલુકાના સામલી ગામે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તા. ૩૦ ઓગસ્ટે આરોપીઓએ હાઇવે પર બે વ્યક્તિઓને રોકી મારપીટ કરી બળજબરીથી રોકડ રૂ. ૫૦,૦૦૦/- તથા UPI મારફતે રૂ. ૭૯,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૯,૦૦૦/- લૂંટી લીધા હતા. પંચમહાલ પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને તાલુકા પોલીસની ટીમે સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરી સુરતમાંથી રાહુલ ગોયેલ, ધીરજ જયસ્વાલ અને આશિષ વર્માને ઝડપી પાડ્યા.