બોરસદ શહેરના કંતાનનગર વિસ્તારમાં તંત્ર દ્વારા 200થી વધુ કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.પરંતુ અહીંયા વસવાટ કરતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેને લઇ છેલ્લા 13 દિવસથી ન્યાય માટે બોરસદ પાલિકાના પટાંગણમાં ઘરવિહોણા થયેલા પરિવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે આજે બહુજન સમાજ પાર્ટીના આણંદ જિલ્લાના નેતાઓએ મુલાકાત લીધી હતી.