તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 12 માર્ગ બંધ હાલતમાં.તાપી જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ પાસેથી રવિવારના રોજ સવારે 9 કલાકે મળતી વિગત મુજબ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામીણ વિસ્તારના 12 માર્ગ બંધ કરવામાં આવ્યા છે.જેમાં વ્યારા તાલુકાના ત્રણ, ડોલવણ તાલુકામાં એક અને સોનગઢ તાલુકાના 8 માર્ગ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.