રાજકોટના મોરબી રોડ પર ખાનગી સ્કૂલની બસ દ્વારા બેફામ ડ્રાઈવિંગનો મામલો સામે આવ્યો છે. આજે સાંજે 6 વાગ્યાના અરસામાં, એક ખાનગી સ્કૂલ બસએ ત્રણ જેટલી બાઇક અડફેટે લીધા હતા. આ ઘટનામાં કુલ ત્રણ વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા