મંગળવારના 4 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડના ડુંગળી પોલીસ સ્ટેશન પાસે વાઘેલધારા હાઇવે પાસેથી કારમાં લઈ જવાતા 1.12 લાખના દારૂ સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને નવસારી જ્યુડિશિયલ મોકલવામાં આવ્યો છે.