ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે ભરૂચના ભોલાવ ગામમાં આવેલ ઇલોરા પાર્ક સોસાયટીમાં શેડ બનાવવામાં આવ્યો છે.જે શેડનું બુધવારની સાંજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.