વૃંદાવન ધામ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી રખડતા ઢોરનો આતંક યથાવત છે. સોસાયટીના રહીશો વારંવાર પાલિકામાં જાણ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે અને અનેક નાના-મોટા અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે.જેને લઈ વૃદ્ધો અને બાળકો માટે તો ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે.ત્યારે પાલિકા તંત્ર નક્કર પગલાં ભરે એ જરૂરી બન્યું છે.