ગરબાડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં જપ્ત કરેલા 56 વાહનોની હરાજી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં દાહોદ સહિત આસપાસના 110 વેપારીઓએ ભાગ લીધોસરકારી ખજાનામાં કુલ રૂા.9.31 લાખની આવક નોંધાઈ હતી. આ હરાજીમાં સ્થાનિક વેપારીઓમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. હરાજી માટે ખાસ કમિટી રચાઇ જેમાં દાહોદના ડીવાયએસપી જેપી ભંડારી, ગરબાડા પીઆઈ આરએમ રાદડીયા, આરટીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. ગરબાડારેફરલના પ્રાંગણમાં આયોજિત આ હરાજીમાં કુલ 110 જેટલા વેપારીઓ...