ખંભાતના અકબરપૂર વિસ્તારમાં અબ્દુલખાલીદ શેખ રહે છે. જેઓની 14 વર્ષીય દીકરી નૂરફાતેમા રાત્રે ઘરમાં પલંગમાં ઊંઘી રહી હતી ત્યારે અચાનક એક ઝેરી સાંપે ઘરમાં પ્રવેશ કરી પલંગ પર આવી નૂરફાતેમાના કમરના ભાગે કરડી ગયો હતો.જેને કારણે દીકરીએ બુમાબુમ કરી કંઈક કરડ્યું હોવાનું જણાવ્યું હતું.જેથી પરિવારજનોએ તપાસ કરતા એક ઝેરી સાંપ હોવાનું જણાઈ આવ્યું હતું.10 મિનિટમાં જ પિતા અબ્દુલખાલીદે દીકરીને સારવાર અર્થે કારડીયાર્ક કેર હોસ્પિટલમાં લઈ ગયા હતા.