ઊંબા ખાતે આવેલ ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસે પ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા માં શક્તિની આરાધના કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ તકે મહંત રાજેન્દ્રદાસ બાપુ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શરમણભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સન્માન કરાયું હતું અને આ કાર્યકમમાં જોડાવા સૌ ધર્મપ્રેમી જનતાને જોડાવવા પણ તેઓએ અનુરોધ કર્યો હતો.