જામનગર જિલ્લા કલેક્ટરશ કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટરશ્રીએ લગત વિભાગના અધિકારીશ્રીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.