જામનગરના સિંચાઈ વિભાગ દ્વારા આજે સવારે વિવિધ જળાશયોની હાલની સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, જિલ્લાના 25 જળાશયો પૈકી 9 જળાશયમાં પાણીનું સ્ટોરેજ 100 ટકા થઈ ગયું છે.આ ઉપરાંત 4 જળાશય એવા છે જેમાં ક્ષમતાની સરખામણીએ 90 ટકા પાણીનો જથ્થો સ્ટોર થયો છે.આ સાથે જ અન્ય 2 ડેમમાં પાણીનો જથ્થો 70 ટકા કે તેથી વધુ છે.