મોડાસા તાલુકાના ટીંટીસર ગામના શ્રી કાશીવિશ્વનાથ મંદિરે છેલ્લા 4 દાયકાઓથી મહિલાઓ પરંપરાગત રીતે કેવડા ત્રીજની ઉજવણી કરતા આવ્યા છે.આજ રોજ મંગળવારે ટીંટીસર અને સજાપુર ગામની મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત રાખી ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રદ્ધાભાવથી કેવડા ત્રીજની ઉજવણી કરી સુખી દામ્પત્યજીવન અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.