નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ફૂટ ઓવરબ્રિજ (FOB) ના નિર્માણ માટે નક્કર પગલાં લેવાયા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી બાદ, નવસારી મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.