જરોદ ના હાલોલ વડોદરા રોડ ઉપર ભાવપુરા ગામે રહેતા ચેતનકુમાર દેવસિંહ ગોહિલ 28 તા. વાઘોડિયાનાઓ ગત્ રાતે 10:00 વાગે ગોલ્ડન ચોકડીની હોટલમાં જમીન પોતાની પત્ની તન્વી તથા પડોશમાં રહેતી શીતલ પઢીયારની જ્યૂપિટર બેસાડી ઘરે પરત ફરતા ગામના પાટીયા પાસે રોડ પરના કટ નજીક કાઠીયાવાડી હોટલ સામે એક પુરપાટઝડપે આવતી બેલેનોકારે તેઓને અડફેટે લેતા યુવકનું ઘટનામા મોત થયું હતું જ્યારે પત્ની અને અન્ય મહિલા ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડાયા હતા