બોટાદ જિલ્લાના પીપળીયા ગામે રહેતી મહિલા પાસે તેમના જ ગામના ઈસમ દ્વારા બીભત્સ માંગણી કરતા તેમજ મહિલા ને જેમ ફાવે તેમ ગાળો આપી તેમના પર છરી વડે હુમલો કરતા મહિલા ને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે મહિલા દ્વારા પળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે