દંતારવાડ, કડિયાપોળ,માછીપુરા,ધોબી ચકલા,અલિંગ, પાણીયારી, ખારાપાટ, રાણા ચકલા, મોચીવાડ,જલીપોળ, લાલ દરવાજા, ચુનારવાડ,ધોબી ચકલા સહીતના વિસ્તારોમા વિશાળ કદની અવનવારૂપમાં કલાત્મક ગણેશજીની મૂર્તિઓનું સ્થાપના કરાઇ છે.ગણેશજીની મૂર્તિઓનું આગમન થતા ઢોલ નગારા સાથે ડીજેના તાલે અને ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું.અલગ અલગ વિસ્તારોમાં 150થી વધુ સ્થાપના અર્થે કલાત્મક મૂર્તિઓના આગમનને પગલે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જેને જોવા ભારે ભીડ ઉમટી હતી.