સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાનો શાબ્દિક પ્રહારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલઅમરેલી જિલ્લામાં સ્થાનિક રસ્તા સહિતના વિવિધ જનજીવનને અસર કરતા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં કટુ શબ્દોમાં શાબ્દિક પ્રહાર કર્યો હતો. નિકુંજભાઈ સાવલિયાનો આ વીડિયો આજે બપોરે એક કલાકે સોશિયલ મીડિયા પર અપલોડ થતા જ ઝડપથી વાઇરલ થયો હતો.