સુરત:તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકમાંથી ₹1.85 કરોડની લોન લઈને પરત ન ચૂકવી છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી સંજય નન્નુભાઈ કાનાણીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ 2023માં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો અને નામદાર કોર્ટે પણ તેની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, મોટા વરાછા, લજામણી ચોક પાસેની જગ્યાએ આરોપી સંજય કાનાણી હોવાની માહિતી મળી હતી.