આજે 21 સપ્ટેમ્બર ના રોજ કડી ના આદુંદરા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જોટાણા તાલુકાની એક યુવતીને પેટ્રોલિંગ દરમિયાન કડી પોલીસે બચાવી લીધી હતી.કડી પોલીસ સ્ટેશન ના PI એ.એન.સોલંકી અને સ્ટાફના માણસો કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા હતા.તે દરમિયાન આદુંદરા થી સુરજ તરફ જતી કેનાલમાં એક યુવતી ડૂબતી દેખાઈ હતી.PI એ તરત જ ગાડી ઉભી રખાવી હતી અને હેડ કોન્સ્ટેબલ જશુભાઈ તેમજ યુવરાજસિંહે કેનાલમાં કૂદી યુવતીની બચાવી હતી.