દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં પૂર્ણિમા ઢાળ તેમજ અમદાવાદ રોડ પર આવેલ પથિકાશ્રમ ઉપરાંત લુહાર ચકલા વિસ્તારમાં આવેલ દુકાનોમાં પાણી ભરાયા હતા. મોડાસા-અમદાવાદ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.