આ બેઠકમાં જન પ્રતિનિધિશ્રીઓએ લોકોને સ્પર્શતા વિવિધ રોડ-રસ્તા, કેનાલ રીપેરીંગને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સહિત જિલ્લા વિકાસ અધિકારી સું શ્રી દેવાહુતિ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા