આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગે ચંગે ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાણીગેટ વિસ્તારમાં DCP અભિષેક ગુપ્તા ની આગેવાનીમાં પફૂટ પેટ્રોલિંગ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું.શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે પોલીસ ખડે પગ પોતાની ફરજ નિભાવી રહી છે.ત્યારે શહેરના અતિ સંવેદનશીલ પાણીગેટ મોગલ વાળા,બાવામાન પુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં DCP,ACP,PI અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ ને સાથે રાખી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.