નડિયાદમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન, જૈન સમાજે પર્વની ભક્તિપૂર્વક ઉજવણી કરી હાલમાં પર્યુષણ પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નડિયાદ શહેર પણ આ ધાર્મિક માહોલમાં રંગાયું છે. આજે પર્યુષણના પાંચમા દિવસે જૈન ધર્મના તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે જૈન દેરાસરોમાં વિશેષ પૂજા-અર્ચના, પ્રવચનો અને ભક્તિ સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી.