સાગબારા તાલુકામાં આજે સવારથી જ ગાજવી સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાતપુરાના ડુંગરો પરથી આવતા પાણી અને સતત વરસાદને કારણે તાલુકાની નાની મોટી નદીઓએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વરસાદની સ્થિતિના કારણે સાગબારા અને સેલંબા ને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે બોર્ડર પર આવેલું સેલંબા ગામ સંપૂર્ણ પણે સંપર્ક વીહોણા બની ગયું છે