નિઝર અને કુકરમુંડા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે વેલદા ટાંકી નજીક પાણી ફરી વળતા સમસ્યા.તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલા વરસાદને લઈ કેટલાક ઠેકાણે પાણી ભરાઈ ગયા હોવાના દ્ર્શ્યો 6 કલાકની આસપાસ આવ્યા હતા.જેમાં વેલદા ટાંકી નજીક અને ઉચ્છલ નિઝર માર્ગ પર રિક્ષા સ્ટેન્ડ અને દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો.જેને લઈ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું હતું.