ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યો છે. શિક્ષકોએ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે ત્રીપલ સીના નકલી સર્ટિફિકેટ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા હોવાનું સામે આવ્યુ છે.વર્ષ 2014 થી 17 ના સમયગાળામાં શિક્ષકોએ નકલી સર્ટિફિકેટ રજૂ કર્યા હતા ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતા તપાસનો શરૂ થયો છે.