ચુડાના ગોખરવાળા ગામના સામાજિક આગેવાન અને જાગૃત ખેડૂત નારાયણભાઈ નકુમે પ્રાકૃતિક ખેતી સાથોસાથ પંચતર્ય મોડલ અપનાવી પપૈયા, કપાસ, મકાઈ, રીંગણાં, મરચા, ટમેટા સહિત જેવા પાકોનુ વાવેતર કરી રોકડી આવક કેમ મેળવી શકાય એ બાબતે ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. ચુડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ખોલી રહી છે. આ પરંપરાગત વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે છે નારાયણભાઇ નકુમે પ્રતિક્રિયા આપી હતી.