ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.તાપી જિલ્લાના ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.હાલ ડેમ માંથી 1 લાખ 11 હજાર ક્યુસેક જેટલું પાણી ગુરુવારના રોજ 11 કલાક સુધીમાં છોડવામાં આવ્યું હતું.ડેમ 80 ટકા થી વધુ ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોમાં રાહત થઈ છે.