બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે સીએમ સિક્યુરિટીના વડા તરીકે ફરજ બજાવતા ચિંતન તરૈયાને બોટાદ જિલ્લાના એસ.પી. તરીકે બદલી કરવામાં આવી ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમયે જિલ્લાના ડીવાયએસપી,પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહીને નવનિયુક્ત પોલીસ વડા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.