ખેડા જિલ્લામાં આવશે રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે ખાસ કરીને નડિયાદમાં સીઝનનો ૧૮૦.૯૮ ટકા વરસાદ પડ્યો છે.જેના કારણે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભસ્તર જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સતત વરસેલા વરસાદના કારણે ચેકડેમ નદીઓ અને તળાવોમાં પાણીની મોટી આવક થઈ છે.જેને કારણે આગામી ઉનાળામાં પીવાના અને ખેતીના પાણીની સમસ્યા હળવી થઈ શકવાની શક્યતા છે.