ગીર સોમનાથ LCB એ 8 જુગારીઓને પકડી પાડ્યા. ગીર સોમનાથ LCB ના પીઆઈ એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે તાલાલાનાં આંબળાશ ગામે સીમ વિસ્તારમાં રેડ કરી પોલીસે 8 જુગારીઓને રૂ.19,850/- ની રોકડ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.