વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ કે જે પદયાત્રીઓથી ઉભરાયો છે.ત્યારે ભાદરવી પૂનમના મેળા ને લઇ અનેક શહેરો સહિત રાજ્યોમાંથી માઈ ભક્તો માઁ અંબા ના ધામે જતા હોય છે. ત્યારે શહેરના હાઈવે રોડ પર પદયાત્રીઓનો ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે સાબરકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે હજારો ની સંખ્યામાં માઇ ભક્તોએ માઁ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આજે બપોરે 2 વાગે હાઇવે રોડ ઉપરથી પસાર થતા પદયાત્રીઓનો આકાશી નજારો પણ સામે આવ્યો હતો.