વડોદરા : રેલ્વે એસઓજી પોલીસે શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકીંગ કરી રહી હતી.દરમિયાન ટ્રેનના કોચ નંબર એસ 6 તથા એસ 07ના વચ્ચેના ભાગે કોરીડોરમાં એક બેગ બિનવારસી હાલતમાં પડેલુ હતું.જે બિનવારસી પડેલી બેગમાંથી રૂપિયા 1.02 લાખનો 10 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે કેરિયર પોલીસને જોઈને બેગ મૂકી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.