લીંબડી પોલીસ ટીમ ના પુષ્પરાજસિંહ ઝાલા તથા મિત્તુલ પટેલ તથા ટીમને મળેલી બાતમી આધારે લીંબડી હાઇવે ઓવરબ્રીજ સર્કલ નીચે વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન રાજાભાઇ ભરવાડ બાઇક લઇ નીકળતા પોલીસે તેને કોર્ડન કરી ઉભો રખાવી તલાશી લેતાં પોલીસે નેફામાંથી જુની કાટ ખાઇ ગયેલી પિસ્તોલ મળી આવી હતી. જ્યારે તેના બાઇક પાછળ બેઠેલા વિશાલ બોળીયા ભરવાડ ના કબજામાંથી મોબાઇલ ફોન કબજે કરી લીંબડી પોલીસે આરોપી અટક કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આર્મ્સ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી