રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ નિમિત્તે ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉન્નતિ વિદ્યાલય ખાતે ટેલિસ્કોપ મેકિંગ વર્કશોપ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન, ગ્રહો, ઉપગ્રહો તથા ઈસરોના સંશોધન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ વિદ્યાર્થીઓને જૂથ બનાવી સરળ સાધનો વડે ટેલિસ્કોપ બનાવવાની તાલીમ આપવામાં આવી અને બનાવેલા ટેલિસ્કોપથી દૂર-નજીકના દ્રશ્યો નિહાળાવાયા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં અંતરીક્ષ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વિકસાવવાનો પ્ર